અમદાવાદ શહેર: માણેકચોકની યોગી જવેલર્સમાં 42 લાખથી વધુના સોનાની ચોરી કરનાર કર્મચારી ઝડપાયો
માણેકચોકની યોગી જવેલર્સમાં 42 લાખથી વધુના સોનાની ચોરી કરનાર કર્મચારી ઝડપાયો અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે માણેકચોક વિસ્તારમાં આવેલી "યોગી જવેલર્સ" દુકાનમાં થયેલી લાખો રૂપિયાના સોનાની ચોરીનો ભેદ ઉકેલી દુકાનના જ એક કર્મચારીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલ અંદાજે 280 ગ્રામ સોનું, જેની કિંમત રૂ. 42.14 લાખ થાય છે, તે કબજે કરી લીધું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ધવલ દત્તાત્રેયભાઈ બુરસે (ઉ.વ. 30), રહેવાસી રબારી કોલોની, અમર