કડી: દેવ દિવાળી ની સાંજે કડી કલ્યાણપુરા રોડ પર ટ્રાફિક જામ,વાહનોની 2 કિલોમીટર લાંબી લાઈનો લાગતા વાહન ચાલોકને હાલાકી
Kadi, Mahesana | Nov 5, 2025 આજરોજ 5 નવેમ્બર ને દેવ દિવાળીની સાંજે કડી કલ્યાણપુરા રોડ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક ફોરવીલ ગાડી નાની કડી નરસીપુરા કેનાલ પર આવેલ બ્રિજ પાસે સાઈડમાં ઉતરી જતા ભારે ટ્રાફિક સજાયો હતો નર્મદા કેનાલ થી લઈ નાનીકડી જકાતનાકા 2 કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતાર લાગી હતી વાહનોને લાંબી લાઈનો લાગતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.