જામનગર શહેર: જામનગરમાં યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો
જામનગરમાં મોરકંડા રોડ પર સન સીટી શેરી નંબર-2 માં રહેતા સિદી બાદશાહ યુવાન પર જુની અદાવતનું મનદુઃખ રાખીને ત્રણ શખ્સો લોખંડના પાઇપ અને છરી જેવા હથિયાર સાથે તૂટી પડ્યા હતા, અને હુમલો કરી દઈ લોહી લુહાણ કરી નાખ્યો હતો, જેથી તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને પોલીસે ત્રણ હુમલાખોર આરોપીઓ સામે ગુનો નોધ્યો છે