ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: આપના 42 ઉમેદવારોએ ભર્યા ફોર્મ
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના 42 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. પાર્ટીએ ડમી ઉમેદવારો ઉભા રાખ્યા નથી. હવે 28 સપ્ટેમ્બરે ફોર્મની ચકાસણી બાદ ઉમેદવારોના ફોર્મ માન્ય છે કે નહીં તેની સ્પષ્ટતા થશે.