ભુજ: ભુજમાં 16 જુલાઈએ 'સાંસદ કચ્છ કાર્નિવલ-2026', લોકગાયક અનિરુદ્ધ આહીરે આપી વિગતો
Bhuj, Kutch | Jul 12, 2026 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કચ્છી નવું વર્ષ અષાઢી બીજ નિમિત્તે કચ્છ લોકસભા દ્વારા 16 જુલાઈ, ગુરુવારે સાંજે 5 વાગ્યે ભુજના હમીરસર તળાવ કાંઠે "સાંસદ કચ્છ કાર્નિવલ-2026"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રખ્યાત લોકગાયક અનિરુદ્ધભાઈ આહીરે તમામ કચ્છીજનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઉજવણીમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું છે.