જેતપુર: જેતપુર નગરપાલિકાને ૭મી માર્ચ સુધીમાં રખડતા ઢોરને ટેગ લગાડવા આદેશ
.
Jetpur, Rajkot | Feb 5, 2024 હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોર બાબતે આકરા વલણને પગલે મનપા અને નગરપાલિકાના વિસ્તારમાં રખડતા ઢોરોને ટેગ લગાડવાની કામગીરી હાથ ધરાઇ છે. જેને પગલે રાજકોટ જિલ્લાની જેતપુર-નવાગઢ નગરપાલિકાને ૭મી માર્ચ સુધીમાં રખડતા ઢોરોની ફરજિયાત નોંધણી કરી ટેગ લગાડવાની કામગીરી પૂર્ણ કરવાં અધિક ચૂંટણી અધિકારી ચેતન ગાંધી દ્વારા આદેશ કરવામા આવ્યો છે.