જેસર: બીલા ગામમાં ગટરના પાણીની સમસ્યા યથાવત
બીલા ગામમાં ગટરના પાણીની સમસ્યા યથાવત જેસર તાલુકાના બીલા ગામમાં અવારનવાર ગટરનું પાણી રોડ ઉપર વહેતું જોવા મળતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામના વિવિધ વિસ્તારોમાં ગટરની લાઈનો ચોકઅપ થવાના કારણે ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ રહ્યું છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.