ગોધરા: પંચમહાલમાં પક્ષપલટાનો ગરમાવો: પૂર્વ પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાતા કોંગ્રેસ કાર્યકરોનો ભારે રોષ
ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં આજે મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે કેસરીયો ધારણ કરતા સ્થાનિક કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેના પડઘા રૂપે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચેતનસિંહ પરમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના હોદ્દેદારો. કાર્યકરો દ્વારા ચેતનસિંહ પરમારના પોસ્ટર નું દહન અને હાય-હાયના નારા લગા