થરાદ: થરાદમાં વીજ સુરક્ષા અને ઉર્જા બચત જાગૃતિ રેલી
થરાદ શહેરમાં તાજેતરમાં વીજ સુરક્ષા, સલામતી અને ઉર્જા બચત અંગે જાગૃતિ લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સેવા પખવાડિયા'ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ રેલીમાં વિવિધ સૂત્રો અને બેનરો સાથે નાગરિકોને વીજળીના સુરક્ષિત ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય વીજ અકસ્માતો ટાળવા અને ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરવા અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.