ભુજ: કચ્છની 5 નગરપાલિકામાં મતદારોનો વિક્રમી ઘટાડો
Bhuj, Kutch | Apr 4, 2026 કચ્છની 5 નગરપાલિકામાં મતદારોનો વિક્રમી ઘટાડો કચ્છ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા અને નખત્રાણા નવી નગરપાલિકા તરીકે ઉમેરાતા, કુલ 5 નગરપાલિકામાં 1.70 લાખ મતદારોનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021ની સરખામણીએ આ વખતે કુલ બેઠકોની સંખ્યા પણ ઘટીને 172 થઈ ગઈ છે.