ગરૂડેશ્વર: એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ: કેન્દ્રીય ગૃહ સચિવે કરી સમીક્ષા
સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં ૩૦-૩૧ ઓક્ટોબરે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓનું કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.