મહેસાણા: જિલ્લામાં ડ્રોપ આઉટ દિવ્યાંગ બાળકોનો સર્વે 30 નવેમ્બર સુધી કરવામાં આવશે
મહેસાણા જિલ્લામાં શાળા બહારના બાળકોનો સર્વે તા. ૧૯/ ૧૦/ ૨૦૨૪ થી તા.૩૦/ ૧૧/ ૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવનાર છે. મહેસાણા જિલ્લાનાં તમામ તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં શાળા બહારના કે ડ્રોપ આઉટ દિવ્યાંગ સહિતનાં ૬ થી ૧૯ વર્ષની વયજૂથ સુધીનાં બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા, સી.આર.સી કો.ઓર્ડિનેટર, નજીકનું બી.આર.સી ભવન તથા સમગ્રશિક્ષા મહેસાણા કચેરીને જાણ કરવી.