દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ભાડુતીના મકાનમાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી મકાનમાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દેવગઢ બારીઆ નગરમાં ઠાકોરવાડા વિસ્તારમાં રહેતાં વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારીઆનું માલિકનું દેવગઢ બારીઆ નગરમાં હરિઓમ નગર-૨ વિસ્તારમાં આવેલ મકાનમાં તાપસકુમાર ગોપબંધુ પુષ્ટિ ભાડેથી રહે છે. ગત તારીખ ૦૮મી જુલાઈના રોજ તાપસકુમાર પુષ્ટિ કોઈ કામ અર્થે બહાર ગામ ગયાં હતાં અને તેઓના ભાડાના મકાનને તાળુ માર્યુ હતું ત્યારે તે રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં.
આ સંબંધે મકાન માલિક વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારીઆએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળન�
Dohad, Dahod | Jul 12, 2026