જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી
જેસર તાલુકાના શાંતિનગર ગામે પ્રવેશ ઉત્સવની ઉજવણી જેસર તાલુકાના શાંતિનગર ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાનાં બાળકોને તિલક કરી, ફૂલહાર પહેરાવી અને મીઠાઈ આપી શાળામાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે જેસરના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.