બોર તળાવ તથા મહાનગરપાલિકાને છેલ્લા એક મહિનામાં 60 લાખ રૂપિયાની બચત
Bhavnagar City, Bhavnagar | Nov 1, 2025
ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી શરૂ થયેલી ચાલુ ચોમાસુ સિઝન આમ જનતા સહિત સરકારી વિભાગો માટે લાભદાયી નીવડી છે. વ્યાપક વરસાદથી ગૌરીશંકર તળાવ (બોરતળાવ)માં પાણીની સારી આવક થઈ છે. જેના કારણે ભાવનગર કાર્પોરેશને બોરતળાવ પાસેના નવા 40 એમ.એલ.ડી.ની ક્ષમતાવાળા ઇન્ટેક વેલમાંથી પાણી લેવાનું શરૂ કરતા પાણી વિતરણના ખર્ચમાં છેલ્લા એક માસમાં રૂ.60 લાખની બચત થઇ છે.