કડી: કડી ના તરસનીયા ગામની પ્રાથમિક શાળા,મહાદેવનું મંદિર આંગણવાડી સહિત ની જમીનનો બિલ્ડરના નામે દસ્તાવેજ થઈ ગયો,ગામ લોકોમાં રોષ
કડી તાલુકાના વડાવી ગામમાં સરકારી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.વડાવી ગામના સર્વે નંબર 333 માં જ્યાં ગામનું પરુ તરસનીયા વસેલું છે.જે સર્વે નંબરની જગ્યા પર ગામની પ્રાથમિક શાળા,મહાદેવનું મંદિર તેમજ આંગણવાડી અને પાણીનો ટ્યુબવેલ જેવી જાહેર સુવિધાઓ આવેલી છે.તે સર્વે નંબર 333 અમદાવાદના બિલ્ડર મિલન પટેલે જમીનનો વેચાણ દસ્તાવેજ ખેડૂતો પાસેથી કડી સબ રજીસ્ટાર કચેરીમાં કરાવી લીધો હતો.સમગ્ર ઘટનાની જાણ થતાં ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.