વડોદરાના પ્રતાપનગર સ્ટેશનનો કાયાપલટ!
વડોદરામાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવેના વિકાસકાર્યોને આજે વેગ મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરા આવીને પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. ખાસ નોંધપાત્ર વાત એ છે કે, માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને કારણે હાલ આદર્શ આચારસંહિતા અમલમાં હોય, આ કાર્યક્રમ અત્યંત સાદગીપૂર્વક યોજવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારના રાજકીય ભાષણ કે ભવ્ય ઉજવણી વગર માત્ર લોકાર્પણની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ આધુનિકીકરણથી પ્રતાપનગર સ્ટેશન પર મુસાફરોને હવે ઉચ્ચ કક્ષાની અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે. આ પ્રસંગે રેલવેના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
#Factfindernews #prtapnagar #railwaystation #Openingceremony #Vadodaragujarat