કાલોલ: તાલુકામાં સ્થાનિક સ્વરાજ માટે ભાજપની ટિકિટના સ્વયંવરમાં મુરતિયાઓનો રાફડો ફાટ્યો
ગુજરાતમાં ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યારે કાલોલ તાલુકા અંતર્ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો માટે ભાજપ દ્વારા બુધવારે સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં કાલોલ તાલુકામાં ૫-જિલ્લા પંચાયત માટે ૬૨ અને ૨૪-તાલુકા પંચાયત માટે ૧૬૧ મુરતિયાઓએ સેન્સ આપ્યા હોવાની ઘટનાએ હલચલ મચાવી દીધી છે.