દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં કંબોઇ પટેલ ફળીયા રોડ પર માઇનોર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરાયું
લીમખેડા તાલુકામાં કંબોઇ પટેલ ફળીયા રોડ પર વરસાદી ઋતુમાં ગ્રામજનોની વર્ષોથી ચાલતી મુશ્કેલીનો હવે કાયમી ઉકેલ આવવાનો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પર માઇનોર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતા અહીંનો કોઝવે પાણીમાં ડૂબી જતો હતો, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ સ્થાનિક ગ્રામજનોને સુરક્ષિત, સરળ અને સુગમ વાહન વ્યવહારની સુવિધા મળશે. ચોમાસા દરમિયાન પણ અવરજવર ચાલુ રહી શકશે, જેના કારણે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રોજિંદી જરૂરિયાતોની સેવાઓ સુધી પહોંચવું વધુ સરળ બનશે.
આ વિકાસ કાર્યથી સમગ્ર વિસ્તારને નવી ગ�
Dohad, Dahod | Aug 1, 2026