ગોધરા: ગોધરા તાલુકાના દહીંકોટ ગામમાં પ્રેમી પંખીડાનો આપઘાત: વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ગોધરા તાલુકાના દહીંકોટ ગામમાં એક યુવક અને યુવતીએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બંને એક જ ગામ અને સમાજના હતા અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી સામે આવી છે. સમાજ દ્વારા સંબંધ સ્વીકારાશે નહીં તેવા ભયને કારણે આ પગલું ભર્યું હોવાનો અનુમાન છે. ઘટના બાદ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પોલીસએ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે અને આત્મહત્યાના ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી ચાલી રહી છે.