કાલોલ: મેદાપુર ગ્રામ પંચાયતના નમરા ફળિયામાં ખનીજ માફિયાઓ રોયલ્ટી હેઠળ ગૌચર જમીનમાં માટી ખનન કરતા હોવાનો ઘટસ્ફોટ
કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતના નમરા ફળિયા વિસ્તારમાં માલિકીના સર્વે નંબરની જમીનમાં ખનન કરીને ધીમે ધીમે બાજુની ગૌચર જમીનમાં ગેરકાયદેસર માટી ખનન આચરીને અપ્રમાણસર માત્રામાં માટી ચોરી કરીને ગૌચર જમીન અને પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચાડયુ હોવા અંગે સ્થાનિક સરપંચે મામલતદાર કચેરી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.