કરજણ તાલુકાના શિક્ષણ ક્ષેત્ર માટે ગૌરવ વધારતા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં યોજાયેલા પ્રાથમિક અને માધ્યમિક શાળાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં કરજણ તાલુકાની શાળાઓએ ઉત્તમ પ્રદર્શન કરી જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. સાવલી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં કુરાઈ પ્રાથમિક શાળા અને કુરાલી સ્થિત નૂતન હાઈસ્કૂલની કૃતિઓ પ્રથમ ક્રમે રહી હતી. ખાસ કરીને નૂતન હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ મહિલાઓની સુરક્ષા માટે બનાવેલું સ્માર્ટ કંગન-ગેજેટ સૌના ધ્