ભાવનગર શહેર: શેત્રુંજી ડેમ સાઈડ પર મેન્ટેનન્સની કામગીરીને લઈને શહેરના આનંદનગર સહિતના વિસ્તારોમાં બે દિવસ માટે પાણી પુરવઠો બંધ રહેશે
Bhavnagar City, Bhavnagar | Jul 17, 2026
ભાવનગર શહેરમાં બે દિવસ માટે રહેશે પાણીકાપ, શેત્રુંજી ડેમ સાઇટ પર મેન્ટેનન્સની કામગીરીને લઈને પાણી પુરવઠો બંધ રહેશે, તખ્તેશ્વર ફિલ્ટર હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ 18 અને 19 જુલાઈ શનિ-રવી બે દિવસ માટે પાણી પુરવઠો ખોરવાશે, મેન્ટેનન્સને કારણે શેત્રુંજી ડેમમાંથી મળતા પાણીમાં ઘટાડો થવાથી 80 MLD પાણી ઓછું મમળવાથી લેવાયો નિર્ણય, જે અંગે લોકોને નોંધ લેવા મહાનગરપાલિકા કચેરી ખાતેથી વોટર વર્કસ વિભાગ દ્વારા જણાવ્યું હતું.