જેસર: જેસર તાલુકામાં આંબાના બગીચામાં સિંહ બેઠો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો
જેસર તાલુકામાં આંબાના બગીચામાં સિંહ બેઠો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. વીડિયોમાં આંબાના બગીચા વચ્ચે સિંહ આરામ ફરમાવતો નજરે પડતા આસપાસના ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી જેસર પંથકના વાડી વિસ્તાર અને ખેતીવાડી વિસ્તારોમાં સાવજની અવરજવર વધતી જોવા મળી રહી છે. જેમાં ધોળા દિવસે સિંહ દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે.