તારાપુર: તારાપુરમાં હીટ એન્ડ રનમાં યુવાનનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત
Tarapur, Anand | May 10, 2026 ફરિયાદી અજયકુમાર મનહરભાઈ વણકર (રે. રામોદડી)ના કાકા રમેશભાઈ માધવભાઈ વણકર (ઉ. વ. ૪૯) તારાપુર ખાતે આવેલી તારા હોટલમાં વેઈટરનું કામકાજ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા.રમેશભાઈ પડીકી લેવા માટે રોડની સામે આવેલા ગલ્લા ઉપર ગયા હતા. ત્યાંથી પડીકી લઈને પરત આવતા હતા ત્યારે ધર્મજ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલા ફોર વ્હીલરે રમેશભાઈને ટક્કર મારતાં તેઓ રોડ ઉપર ફેંગોળાઈને પડ્યા હતા. જેમાં માંથામાં પાછળના ભાગે, કપાળમાં, કમરના ભાગે, હાથે,પગે, ઉપર ગંભીર ઈજાઓ થતા મોત થયુ.