જેસર: જેસર તાલુકામાં માર્ગ સમસ્યાઓ દિવસેને દિવસે ગંભીર બની રહી છે.
જેસર તાલુકામાં માર્ગ સમસ્યાઓ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ખાસ કરીને જેસર થી દેપલા જતો રોડ અત્યંત ખરાબ હાલતમાં પહોંચી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે અને અનેક જગ્યાએ રોડ સંપૂર્ણપણે તૂટી ગયો હોય તેવું દૃશ્ય જોવા મળે છે. વાહનચાલકોને અકસ્માતનો ભય સતત સતાવે છે, જ્યારે બે-પહિયા વાહનચાલકો માટે આ રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે.