કાલોલ: કાલોલ MGVCLદ્વારા પ્રિમોન્સૂન કામગીરી લઇને અર્બન વિસ્તારમાં શટડાઉન,વીજલાઈન મેન્ટેનન્સ માટે ડાળીઓ કાપી વાયર ખુલ્લા કરાયા
કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં ચોમાસા પૂર્વે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે કાલોલ MGVCL દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ કામગીરીના ભાગરૂપે મંગળવારે કાલોલ અર્બન વિસ્તારમાં શટડાઉન લઈ લાઈન મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ હતી જ્યાં MGVCL ની ટીમો દ્વારા શહેરી વિસ્તારની HT અને LT લાઈનો પર વૃક્ષોની ડાળીઓ અડી જવાથી સર્જાતા ફોલ્ટને અટકાવવા માટે ડાળીઓ કાપી વાયર ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી અને આ ઉપરાંત ઢીલા થયેલા વાયર ટા