જેસર: જેસર તાલુકાના શેવડીવદર ગામે પ્લોટ બાંધકામ મુદ્દે મારામારી
જેસર તાલુકાના શેવડીવદર ગામે પ્લોટ બાંધકામ મુદ્દે મારામારી ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામે પ્લોટ પર બાંધકામ દરમ્યાન તણાવ સર્જાતા મામલો ઉગ્ર બની મારામારી સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્લોટની માલિકી અને બાંધકામ સંબંધિત બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ એકબીજા પર હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.