ગાંધીનગર: સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત આર્મી મેને પોલીસને બચકું ભર્યું
ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક્સ આર્મીમેન અને હાલમાં કલેક્ટર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ગોહિલે પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી. પોલીસ તેમના ઘરે તપાસ માટે કેમ ગઈ હતી જેવા મુદ્દાઓને લઈને ધમાલ મચાવી હતી આરોપીએ દિવાલ સાથે માથું ભટકાડ્યું હતું અને પોલીસ કર્મચારીને બટકું પણ ભર્યું હતું અને ગોળી મારવાની પણ ધમકી આપી હતી.