જેસર: જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારના માર્ગદર્શન હેઠળ વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારના માર્ગદર્શન હેઠળ વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત અધિકારીઓ અને ગણતરી કર્મચારીઓ દ્વારા ગામે-ગામે જઈને ઘરોની મુલાકાત લઈ પરિવારના સભ્યો, રહેઠાણ, શિક્ષણ, રોજગાર સહિતની વિવિધ વિગતો એકત્રિત કરવામાં આવશે.