ખંભાત: નગરા ગામે ખોડિયાર માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, 4.76 લાખની મત્તાની ચોરી કરી ફરાર.
Khambhat, Anand | Oct 18, 2025 ખંભાતના નગરા ગામે ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે.જે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા.ખોડિયાર માતાજીના મંદિરમાં પ્રવેશ કરી મંદિરના તાળા તોડી નાંખ્યા હતા. ત્યારબાદ સોનાની અલગ અલગ વસ્તુ મળી કુલ 10.275 ગ્રામ જેની કિંમત 3.98 લાખ, 650 ગ્રામ ચાંદીની વસ્તુ જેની કિંમત 63,680 તેમજ મંદિરની દાન પેટીમાંથી 15 હજાર રોકડા એમ કુલ મળી 4.76,680 મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.મંદિરના પૂજારીની ફરિયાદને પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્દ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.