મુન્દ્રા: મુંદરામાં જૈન સંગઠન દ્વારા રાહત દરે દવા વિતરણ સેવાનો શુભારંભ
Mundra, Kutch | Oct 15, 2026 મુંદરા શહેર અને તાલુકા જૈન સંગઠન દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે રાહત દરે દવાઓના માનવતાવાદી સેવા કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. મુંદરાની મીમ્સ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલી આ સેવા અંતર્ગત, મુંદરા શહેર અને તાલુકાના ૩૩ ગામોના જૈન પરિવારોને લાંબા ગાળાની બીમારીઓની દવાઓ કોસ્ટ-ટુ-કોસ્ટ એટલે કે પડતર ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે.