ગોધરા: ગુજસીટોક અને રાયોટીંગના ગુનામાં નાસતો-ફરતો વોન્ટેડ આરોપી ‘સુફીયાન ઉર્ફે આંતડીયો’ રેલ્વે સ્ટેશન બહારથી ઝડપાયો
પંચમહાલ એલ.સી.બી. પોલીસે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકના ચર્ચાસ્પદ ગુજસીટોક અને રાયોટીંગના ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી સુફીયાન ઉર્ફે આંતડીયો મહેબુબખાન પઠાણને ગોધરા રેલ્વે સ્ટેશનની બહારથી ઝડપી પાડ્યો છે.એલ.સી.બી.ના પો.સ.ઇ. એચ.આર. જેતાવતને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે સ્ટાફે તાત્કાલિક વોચ ગોઠવીને આરોપીને ઘેરી લીધો હતો. પકડાયેલા આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને નાયબ પોલીસ અધીક્ષક ગોધરા વિભાગને સો