કાલોલ: ઘુસર નજીક ગોમા નદીમાં ખાન ખનીજ વિભાગના અધિકારીઓ પર ખનીજ માફિયાઓએ કર્યો હુમલો.
જિલ્લા ખાણ - ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ કાલોલના ઘુસર ગામ નજીક ચેકીંગમાં હતાં ત્યારે સવારે ગોમા નદીમાં અચાનક રેઇડ કરતાં રેતી ભરેલા ટેકટરો ઝડપાઈ આવ્યાં હતાં. જે ટેકટરો છોડાવવા માટે જીલ્લા ખનીજ ની ટીમ પર ખનીજ માફિયાઓએ પાવડા અને પથ્થર વડે હુમલો કર્યો હતો.જે હુમલામાં કેયુર સેન્જેલિયા _માઈન્સ સુપરવાઇઝર અને કર્મરાજ જાડેજા રોયલ્ટી ઈસ્પેક્ટર ઘાયલ થતાં બંને અધિકારીઓ ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.