મોડાસા: સરડોઈ ગામે બે પક્ષો વચ્ચે વિવાદ, સરપંચ પતિનું વધુ એક નિવેદન
સરડોઈ ગામે છેલ્લા બે દિવસથી સરપંચ સમર્થકો અને સામેવાળા એટલે કે વિરોધ કરતા લોકો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. બે દિવસ પહેલા જિલ્લા કલેકટર ની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ વચ્ચે સરપંચના પતિ જયદત્તસ્હિ પુવારનું વધુ એક નિવેદન આવ્યું છે તેમણે જણાવ્યું ગામનો વિકાસ કરવામાં આવ્યો છે, જે તળાવમાં પાણી નહોતું ભરાતું તે તળાવમાં હવે પાણી ભરાવા લાગ્યું છે. સાથે જ જે ગંભીર આક્ષેપો સામા વાળા તરફથી કરવામાં આવ્યા હતા તેનો જવાબ આપ્યો હતો