ભુજ: ભુજ પોલીસની 'શી ટીમ' દ્વારા પદયાત્રીઓની સેવા અને સુરક્ષા
Bhuj, Kutch | Apr 8, 2026 ભુજ પોલીસની 'શી ટીમ' દ્વારા પદયાત્રીઓની સેવા અને સુરક્ષા ભુજ શહેર પોલીસની 'શી ટીમ' દ્વારા હાજીપીરના મેળામાં જતાં પદયાત્રીઓ માટે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. પોલીસે માર્ગ અકસ્માત નિવારવા યાત્રીકોને રેડિયમ પટ્ટી લગાવી રોડ સેફ્ટીનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ફ્રૂટ અને ઠંડા પીણાનું વિતરણ કરી, જરૂર જણાયે હેલ્પલાઇન 112 નો સંપર્ક કરવા અપીલ કરી હતી.