ભચાઉ: ભચાઉ નજીક LCBએ બોલરોમાંથી કોપર અને ભંગારનો જથ્થો ઝડપી પાડયો
Bhachau, Kutch | Mar 31, 2026 કચ્છ જિલ્લાના ભચાઉ નજીક સ્વસ્તિક પેટ્રોલ પંપ પાસે મોડી રાત્રે પૂર્વ કચ્છ એલસીબીએ ચોરી અથવા છળકપટથી મેળવેલ કોપર પટ્ટી અને લોખંડનો જથ્થો ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન આરોપી કૈલાસ માનસંગ ખારોલ, મનજી લખુ આહિર અને થાવર સામા રબારીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપી સહદેવ મગન મારાજ, રણજીત વિક્રમ રાઠોડ, જીતુ દેવસી ખારોલ, હરેશ રામા કોળી હાજર મળી આવ્યો ન હતો.