ગોધરા: ગોધરાના ઐતિહાસિક અને વર્ષો જૂના રણછોડજી મંદિર ગરબા મહોત્સવમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે એક અનોખો અને અતિ સંવેદનશીલ પ્રસંગ
ગોધરાના ઐતિહાસિક અને વર્ષો જૂના રણછોડજી મંદિર ગરબા મહોત્સવમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે એક અનોખો અને અતિ સંવેદનશીલ પ્રસંગ જોવા મળ્યો હતો. અહીં દિવ્યાંગ બાળકો માટે વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેરા-મૂંગા શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ ગરબે ઘૂમીને નવરાત્રિના પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. રણછોડજી મંદિર ગરબા મહોત્સવના આયોજકો દ્વારા આ વિશેષ આયોજન કરવાનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને પણ નવરાત્રિ પર્વની ખુશીઓમાં સહભાગી બનાવવાનો હતો. ક