જેસર: જેસરમા સૌની યોજનાના પંપિંગ સેન્ટરની મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ
જેસર ગામે આજે સોવની યોજનાના પંપિંગ સેન્ટરની મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી, જેમાં પાણી પુરવઠા વ્યવસ્થાની કામગીરી અને તેની અસરકારકતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. આ સાથે વિકાસ પંથ યોજના અંતર્ગત જેસરના મુખ્ય માર્ગોના વિકાસકાર્યોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેસરમા કુલ 6 કિલોમીટર લાંબા RCC રોડના કામો માટે અંદાજે 14 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે