ગાંધીનગર: PM મોદીના ૨૫ વર્ષ પૂર્ણ થતા ભાજપની 'સેવા જ્યોતિ યાત્રા', બેઠકમાં થઈ તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા 'સેવા જ્યોતિ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં જીતુ વાઘાણી, મનસુખ માંડવિયા સહિતના નેતાઓએ કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરી હતી.