અમદાવાદ શહેર: ગ્યાસપુર મેટ્રો સ્ટે. પાસેના 120થી વધુ ઝૂંપડા આગથી ખાક:150થી 200 લોકો બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી
ગ્યાસપુર મેટ્રો સ્ટે. પાસેના 120થી વધુ ઝૂંપડા આગથી ખાક:150થી 200 લોકો બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી, ફાયરની 16 ગાડીઓ પહોંચી હતી અમદાવાદ શહેરના ગ્યાસપૂર મેટ્રો સ્ટેશન નજીક ફતેવાડી કેનાલ પસાર થાય છે. જ્યાં કેનાલની સમાંતર આવેલા ઝૂંપડાઓમાં આજે 10 જૂને બપોરે 2.30 કલાકે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં 120થી 150 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવ્યા હતા. જો કે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનામાં