ખેરગામ રોડ વિસ્તારમાં 14 વર્ષની સગીરા 4 માસની ગર્ભવતી, પોક્સો હેઠળ ગુનો
વલસાડના ખેરગામ રોડ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 14 વર્ષીય સગીરા 4 માસની ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારમાં ભારે આઘાત ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, ખેરગામ રોડ પર આવેલા એક ગામમાં રહેતી 14 વર્ષની સગીરાને છેલ્લા કેટલાક સમયથી તેના જ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીર યુવક સાથે પરિચય થયો હતો. આરોપ છે કે યુવકે સગીરાને લલચાવી-ફોસલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
તાજેતરમાં સગીરાની તબિયત બગડતા અને પેટમાં દુખાવો થતાં માતા-પિતા તેને સારવાર માટે તબીબ પાસે લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા 4 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.
દીકરી સગીર વયે ગર્ભવતી હોવાની જાણ થતાં જ પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો. પરિવારની ફરિયાદના આધારે વલસાડ પોલીસ દ્વારા આરોપી સગીર યુવક સામે પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ
Valsad, Valsad | Jul 6, 2026