ભુજ: ભુજમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી: સામસામી ફરિયાદ
Bhuj, Kutch | Apr 3, 2026 ભુજમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી: સામસામી ફરિયાદ ભુજના જીઆઈડીસી પાસે હંગામી આવાસ વિસ્તારમાં વીડિયો વાયરલ કરવા અને પૈસાની લેતીદેતી મામલે બે જૂથો વચ્ચે ઘાતક હથિયારો સાથે અથડામણ થઈ હતી. આ હિંસક ઘટનામાં છરી અને ધોકા વડે હુમલો થતા ચારથી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.