ઊંઝા: નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઊંઝાનો વડનગર જિલ્લામાં સમાવેશ કરવા મુદ્દે વેપારી મંડળ સહિતના અગ્રણીઓની બેઠક મળી
Unjha, Mahesana | Oct 21, 2024 ઊંઝા તાલુકાને સંભવિત વડનગર જિલ્લામાં સમાવેશ કરવા મુદ્દે ચાલતી હિલચાલ ને લઈ આજે ઊંઝાના વેપારી મંડળ સહિત વિવિધ એસોસિએશન તેમજ સંસ્થા ઓ અને અગ્રણીઓ ની બેઠક નીલકંઠ મહાદેવ મંદિર સંકુલમાં યોજાઈ હતી.જેમાં એક સુરે વડનગર જિલ્લામાં સમાવેશ મુદ્દે વિરોધ વ્યક્ત કરાયો હતો.અને ઊંઝા તાલુકાને મહેસાણા જિલ્લામાં રાખવા માગ કરાઈ છે.