રથયાત્રા મહોત્સવને લઈને ધાર્મિક ઉત્સાહ છવાઈ ગયો છે. 149મી રથયાત્રાની તૈયારીઓનો આજે 20 એપ્રિલના પવિત્ર પ્રારંભથયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ચંદનયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. અક્ષય તૃતીયાના પાવન દિવસે રથ પૂજન વિધિ યોજાઈ, જેમાં સવારે 9:15 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમ શરૂ થયો હતો..