ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલી એક કપડાની દુકાનમાં હાથફેરો કરનાર ચાર મહિલાઓની ચાલાકી આખરે પોલીસ સામે ટૂંકી પડી છે. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે આ ચોર ટોળકીને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો છે.ગત 12 ફેબ્રુઆરીના રોજ ગોધરાના બગીચા રોડ પર આવેલ 'સ્વરા સિલેક્શન' નામની દુકાનમાં ચાર અજાણી મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. ખરીદીના બહાને વેપારીને વાતોમાં પરોવી, નજર ચૂકવીને આ મહિલાઓએ એકપછી એક એમ કુલ 22 જેટલા કિંમતી ડ્રે