ઈએમઆરએસ ગરબાડા શાળામાં "નશા મુક્ત સુરક્ષિત ભારત અભિયાન" અંતર્ગત શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન ઈએમઆરએસ ગરબાડા શાળાના વાલીઓએ શાળા પરિસરમાં નશામુક્ત સમાજના નિર્માણ માટે શપથ લીધી.
ઉપસ્થિત વાલીઓને નશાના દૂષણથી દૂર રહેવા, પરિવાર અને સમાજને નશામુક્ત બનાવવા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કરવા અપીલ કરવામાં આવી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ નશા મુક્ત અને સુરક્ષિત ભારતના સંકલ્પને સાકાર કરવા જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
Dohad, Dahod | Aug 2, 2026