ઉતરાયણ ના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્તરાયણ પર્વ પહેલા પ્રતિબંધિત ચાઈની દોરીના રીલ પણ કેટલાક ઈસમો ચોરી છુપે થી વેચવા લાગ્યા છે.ત્યારે 25 ડિસેમ્બર ના રોજ મલ્હારપુરા ચાર માળિયા પાસેથી કુલ 101 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નાં રીલ મળી કુલ 20,200 ના મુદ્દામાલ સાથે સોહિલ કલાલ અને ચેતન પટેલ નામના બે ઈસમોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.