સુરત જિલ્લા પોલીસની મહેનત રંગ લાવી છે. કીમ ગામમાં વર્ષોથી ફૂલ વેચીને ગુજરાન ચલાવતા અલકાબેન માળીના ઘરમાં થયેલી લાખોની ચો*રીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અલકાબેન સવારે મંદિરે ફૂલ વેચવા ગયાં હતાં, તે દરમિયાન તસ્કરોએ ઘરમાંથી 11 તોલા સોનું અને રોકડ રકમની ચો*રી કરી હતી. ઘ*ટનાની જાણ થતાં કીમ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી અને આરોપીનો પીછો કરતાં મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના ધરણગાંવ સુધી પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ચો*રીનો ગુનો કબૂલાવવામાં આવ્યો હતો. પોલીસે ચો*રી થયેલું તમામ 11 તોલા સોનું અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. DY CM હર્ષભાઈના હસ્તે પીડિત મહિલાને તેમના ઘરેણાં પરત સોંપવામાં આવ્યાં હતાં. વર્ષોની મહેનતની કમાણી પાછી મળતાં મહિલાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. DY CM હર્ષભાઈએ પોલીસને હનુમાનના દૂત ગણાવ્યા હતા. ઘરેણાં પરત મળતાં અલકાબેને કીમ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
सूरत जिला पुलि�
Udhna, Surat | Oct 3, 2026