બોરસદ: બોરસદ તાલુકાના સીસ્વા ગામે ખેતરમાંથી પંપ, મોટર સહિત સામાનની ચોરી
Borsad, Anand | Sep 27, 2025 બોરસદ તાલુકાના સીસ્વા ગામે ખેતરમાં મુકેલ પંપ, મોટર સહિત વિવિધ સામાનની ચોરી થવાનો બનાવ બન્યો છે. 28 હજાર રૂપિયાની કિંમતના સામાનની ચોરી થતા ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.